Sunday 24 August 2014

ધ ગ્રેટ ઈન્ડીયન ફેસબૂક શો!






ફેસબૂક: એક એવું માધ્યમ જે વિચારો ની અભિવ્યક્તિ કરવા, રચનામક્તા દર્શાવવા અને દેશ-વિદેશ ની માહિતી નું આદાન પ્રદાન કરવા ના ઉદ્દેશ્ય સાથે અમેરિકા ના માર્ક ઝુકરબર્ગ નામના બુદ્ધિજીવી દ્વારા ૨૦૦૪ મા બનાવવા મા આવ્યું. જો કદાચ ફેસબૂક પર કોઈ આવું વિધાન લખે તો અમુક લોકો જે સવારે પથારી માંથી ઊઠતા જ અર્ધનિંદ્રા મા ક્યુટ બેબી વાળા ગુડ મોર્નિંગ ના પિકચર શેર કરવાથી માંડીને રાત્રે સુતી વખતે ‘ફીલિંગ સ્લીપી’ જેવા સ્ટેટસ મુકતા સુધી ફેસબૂક પર ચોંટી રહે છે તેવા લોકો નો ઇગો હર્ટ થઈ જાય. અને આપણને કઈ શોધ ભારત મા થઈ એનું જ્ઞાન આપે. ફોર એકઝામ્પલ, હાઇક નામની એપ્લીકેશન ભારતીય છે છતાં લોકો વ્હોટસ એપ પાછળ પાગલ છે જેવા તર્ક આપે છે. અરે કેટલાક મહાનુભાવો તો ‘ઝીરો’ એ ભારત ની દેણ છે એ સુદ્ધા યાદ અપાવી દે! આજ પ્રજાતિ ના લોકો દર ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરી ના રોજ ‘આજ કે દિન ભી જો લોગ અપની શુભકામનાએ અપની માતૃભાષા મેં ના દેકર અંગ્રેજી મેં દે રહે હૈ, બડે દુઃખ ઔર શર્મ કી બાત હૈ’ ટાઈપ ના મેસેજ નો(અંગ્રેજી લીપી મા!) મારો ચલાવે. અરે કોઈ ધાર્મિક તહેવાર કે વેલેનટાઇન્સ ડે ના દિવસ એ તો સુધારાવાદીઓ અને નૈતિકતા તથા પરંપરા ના ઠેકેદારો ને લીટરલી સહન કરવા પડે! અરે એમાય કોઈ નવી મુવી કે બુક રિલીઝ થવાની હોઈ ત્યારે તો તેઓને મજા પડી જાય. જેમકે પી.કે. ના પોસ્ટર થી ધાર્મિક લાગણી દુભાઈ છે એમ જણાવે, જોકે એનાથી કયા ઈષ્ટદેવ નું અપમાન થયું છે એ ફોડ ન પાડે. પાછા સાલું આપણે કઈ સામે બોલી પણ ના શકીએ. કારણકે એમની પાસે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન જેવા ભારે ભરખમ અંગ્રેજી શબ્દો બચાવ મા હાજર હોઈ છે. અને અમુક કેજરીવાલ છાપ માણસો તો ફેસબૂક પર કાયદેસર વિરોધ પ્રદર્શન ની ઇવેન્ટ ક્રિએટ કરે અને ચોક્કસ સમયે વિરોધ નોધાવવા એકઠા થાય. અવા લોકોને મીડિયા (ટાઈમ હોઈ તો!) કવરેજ આપે બાકી સાંજે ફેસબૂક પર ફોટા અપલોડ કરીને સંતોષ માણવો પડે. કહેવાતા સોશિયલી એક્ટીવ (વાંચો:દોઢા) લોકોની  ફેસબૂક પર આવી મોટી જમાત છે જે ક્રિકેટ થી માંડી કુટનીતિ સુધી દરેક ટોપિક પર પોતાનો અભિપ્રાય આપવાનું ના ભૂલે!

જોકે આવા વિરોધ કરવાનો કોપી રાઈટ કેટલાક ગણ્યા ગાંઠિયા વિદ્યાર્થી સંગઠનો અને એન.જી.ઓ પાસે જ છે. અમુક લોકો આવી બાબતો થી દુર રહે છે. અને ફેસબૂક પર એવો બીજો મોટો વર્ગ છે જે પોતાની બધી ક્રિએટીવીટી ફેસબૂક પર ઠાલવી દે. આવા લોકો પબ્લિક ને ભરપુર મનોરંજન પૂરું પડે છે. આ લોકો રજનીકાંત, સી.આઈ.ડી થી માંડી ને અલીયા ભટ્ટ સુધી ના લોકો પર હળવા (કે ભારે?) જોક્સ બનાવે છે. આવા લોકો મા કેટલાક ગંભીર વિષયો પર પણ પ્રતીકાત્મક છબીઓ મૂકી ને તેમજ તેને વિવિધ કેપ્શન આપી કટાક્ષ પ્રકટ કરવાની ક્ષમાતા હોઈ છે. આવા લોકો ને હું સામાજિક વ્યંગકાર માનું છું. જોકે આવા લોકો ઘણા જૂજ હોઈ છે. પછી તો ક્રમશઃ કોપી પેસ્ટ અને શેર નો સિલસિલો શરુ થય. જોકે એક વસ્તુ મેં મોટે પાયે નોટ કરી છે. આવા જોકેસ અને પી.જે. ટાઈપ પોસ્ટ જે વિવિધતાસભર અને વિચિત્ર નામધારી પેજ પર આવે છે તે ગ્રુપ ના  એડમિન ૯૦% કિસ્સા  એન્જીનીયર જ હોઈ  છે. કારણકે આવા પોસ્ટ્સ એક એન્જીનીયર (કે નવરા?) ના ભેજા ની જ નીપજ હોઈ શકે. તેથી જ તો સોશીયલ નેટવર્કીંગ સાઈટસ પર સૌથી વધુ રમૂજ એન્જીનીયરીંગ વિષે થાય છે. આવા પોતાના ઉપર જોક્સ કરવા અને હસવા માટે પોતના પાસે ૪૬ નું જીગરૂ જોઈએ. (હની સિંઘે ૪૬ જ કહ્યું છે, યુનિટ ની ચોખવટ નથી કરી એટલે મેં ટેકન ફોર ગ્રાન્ટેડ ૪૬ સે.મી. લીધું છે!) કેટલીક પોસ્ટ્સ જોઈ ને તો જેન્યુઅનલિ એવું ફિલ થય કે સાલી આટલી બધી ક્રિએટિવીટી આપણા ઇન્ડિયામાં જ છે. જોકે એવું નથી કે આવા લોકો ખાલી ટાઈમ પાસ જ કરે છે. આવા લોકો ને કારણે જ મોટા સામાજિક પરિવર્તનો આવ્યા છે. જેમકે સેટમેક્સ ચેનલ એ ‘સૂર્યવંશમ’ અને ડોન નંબર વન’ ના પ્રસારણ મા નોંધપાત્ર ઘટાડો કર્યો છે. સાજિદ ખાને ઇન્ડિયાસ ગોટ ટેલેન્ટ શો મા જજ  ની ભૂમિકા ભજવી. (એમાં શું ખોટું છે! જે વ્યક્તિ પાસે જેની કમી હોઈ તેની કદર એ જ વ્યક્તિ ને હોઈ છે!) અને આવી પોસ્ટ્સ ને ફોલો કરવા વાળા અને શેર કરવા વાળા ને પણ શું તમે નવરા કે ઓછા ટેલેનટેડ માનો છો? અરે એન્ટોની અંકલ ની માનીએ તો આવા જ લોકો એ એમની સરકાર ઉથલાવી દીધી. દિગ્ગી અંકલ ના ભત્રીજા નું ‘પપ્પુ’ નામકરણ કોણે કર્યું? એની પાછળ પણ આજ લોકો નો હાથ(સોરી! દિમાગ) છે. હની સિંહ ના ચાર બોટલ વોડકા હોઈ કે કેજરીવાલ ના ચાર ધરણા ઠોકના હોઈ આ બધાને ગામડા ના છેલ્લા માણસ સુધી (ટોઇલેટ થી પણ પહેલા!) પોહ્ચાડવાનું સદ્કાર્ય આ લોકો એજ તો કર્યું છે! આ લોકો માના કેટલાક મીડિયા ના અનોફ્ફીસિયલ પત્રકાર જયારે કેટલાક પોલીટીકલ પાર્ટી ના અનોફ્ફીસિયલ  પ્રવક્તા હોઈ છે. જેમકે રેલ્વે એ જયારે ૧૪% નો ભાવવધારો ઝીંક્યો ત્યારે આ લોકો ‘મોદીજી ભારતીય રેલ કો જાપાન ઔર અમેરિકા જૈસા બના દેંગે’ જેવા તર્ક નો મારો ચલાવ્યો. છતાં પણ આ લોકો કોઈ મુંબઈ ની ફિલ્મ સીટી મા કોઈ નગ્ન થાય અને ઘરે ડ્રોઈંગ રૂમ મા બેસી ને એમની લાગણી દુભાઈ જાય એવા લોકો કરતા તો લાખ દર્જે સારા! શું કયો છો તમે?
હવે વાત કરીએ આવા લોકો થી તદ્દન વિપરીત અને સમાજ ના ઘટનાક્રમ થી બેખબર (મોટે ભાગ ના કિસ્સા મા હો! ૧૦૦% નહિ!) પોતાની મસ્તી મા મશગુલ ‘નારી જાતી’ ની. આ લોકો ને મોટે ભાગે રાજકારણ કે સમાજ સુધારા સાથે લેવા દેવા હોતી નથી. જોકે સ્ત્રી પર  અત્યાચાર કે ઉત્પીડન ના મામલા સામે આવે ત્યારે તેમની  સેન્સીટીવીટી જાગે ખરી! અને તાબડતોડ પોતાનો વિરોધ નોંધાવે. નિર્ભયાકાંડ મા આજ લોકો એ ગામ અને ગવર્મેન્ટ બંને ગજવી હતી, અને બહુ પ્રશંસનીય અને અનુકરણીય કાર્ય કર્યું હતું. આ સમુદાય ની ઇસ્પેસીયાલીટી હોઈ છે વારંવાર પ્રોફાયલ પિક નું બદલવું! નિર્ભયાકાંડ વખત ના  બ્લેક ડૉટ વાળા પ્રોફાયલ પિક થી માંડીને  સીરીયલ અને બોલીવૂડ સુધીના ફિમેલ(અને ઇવન મેલ) સેલેબ ના પ્રોફાયલ પીક વારંવાર બદલાતા રહે. અને ખાસ વાત એ કે પોતાનો ઓરીજીનલ ફોટો રાખવાથી હંમેશા બચે! કોઈ છોકરા ને તેનો ઓરીજીનલ ફોટો સર્ચ કરવો હોઈ તો એની ટાઈમ લાઈન  મા એ.સી.પી. પ્રદ્યુમન ની ટીમ ની જેમ મહેનત કરવી પડે. અને મળે એની શક્યતા કેટલી? એસ.આર.કે. ની મુવી મા ઓવર એકટિંગ ના હોઈ એટલી જ! છોકરો નિરાશ થયને મજબૂરીવશ એના કોઈ ભેદી કાર્ટૂન કેરેક્ટર વાળા પ્રોફાયલ પીક મા જ ‘સો ક્યુટ’, ‘નાઈસ વન’ જેવી કોમેન્ટ લખી સંતોષ માને! પ્રોફાયલ પીક ગમેતે હોઈ એમાં લાઈકસ  અને કોમેન્ટસ ની તો રાજકુમાર હીરાણી ની મુવી ની જેમ ગેરંટી હોઈ જ. બીજી એક ખાસિયત : છોકરાઓ ના ૨ કી.મિ. લાંબા મેસેજ નો રિપ્લાય ‘કે’ અથવા ‘હમ્મ્મ’ થી આપે. જેને રીપ્લાય મળ્યો એ લકી કહેવાય. બાકી ઈન્બોક્ષ મા  જેટલા  ‘હાય’ પેન્ડીંગ પડ્યા હોઈ અથવા જેટલી ફ્રેન્ડ રીક્વેસ્ટ પેન્ડીંગ પડી એટલી એની ડીમાંડ વધારે! મને લાગે છે ત્યાં સુધી ગર્લ્સમા અન્દરોઅંદર આની કોમ્પીટીશન થતી હશે! શું માનવું છે તમારું?  છોકરીઓ વર્ડ્સ કરતા સાંકેતિક ભાષા મા વાત કરવાનું વધુ પસંદ કરે. બોયઝ ના ચેટીંગ ની દરેક લાઇન મા જેટલા ‘શ્લોક’ હોઈ એનાથી એવરેજ ૪ ગણા ડાગલા(સ્માઈલીઝ) એમના ચેટીંગ મા સામીલ હોઈ. એવું નથી કે બધી ગર્લ્સ બીજા જ પિક રાખે, અમુક પોતાના પિક પણ રાખે છે. એવી ગર્લ્સ મા લાઈક ની સંખ્યા કોઈ સેલીબ્રીટી થી કમ નથી હોતી. અને એમના ફોલોવાર્સ ની સંખ્યા પણ ઓલમોસ્ટ એમના ટોટલ નંબર ઓફ ફ્રેન્ડસ જેટલી જ હોઈ છે! જોકે આવું બધું ‘ફેન રીક્વેસટ’ મોકલનારા ને જ અનુભવાય છે. ‘ફ્રેન્ડ રીક્વેસટ’ મોકલનાર માટે તો બધું નોર્મલ જ હોઈ છે. કેટલાક લોકો નામ પર થી મેલ છે કે ફિમેલ છે એ પણ ખબર ના પડે તેવી વિદેશી કન્યાઓ(કે મહિલાઓ!) સાથે ફ્રેન્ડશીપ કરતા હોઈ છે. પછી પાછા ફરિયાદ કરે; જવાદે ને ભાવ નથી આપતી! કેટલાક મિત્રો તો ત્યાં સુધી કહે : ‘પેલી જૂની સાથે બ્રેક અપ થઈ ગયું, નવી પકડી’! તેવા લોકો ને કહેવાનું મન થય કે ભાઈ તું રીલેશનશીપ મા હતો જ ક્યારે? પરંતુ હજી પણ જેમના નામ નું ઉચ્ચારણ કરવામાં પણ તકલીફ થાય તેવા વિદેશી લોકો સાથે મિત્રતા’ કરવાનો ક્રેઝ ઓસર્યો નથી! આવા લોકો નું ભગવાન જ ભલું કરી શકે!

હવે અંત મા થોડી માર્કેટિંગ ની વાત : ‘લાઈક્સ’ વધારવાના ગતકડા(માર્કેટિંગ) પર કોઈ મેનેજમેન્ટ સંસ્થા એ રીસર્ચ કરવું પડે! ગતકડા નંબર ૧ : ‘પોસ્ટ લાયક કરનાર ને ઈન્ડીવિઝયુઅલ ‘થેંક્સ’ કરવું! લાઇક થેંક્સ રમેશ! થેંક્સ સુરેશ! જેથી ફ્રેન્ડસ ને સમયાન્તરે નોટીફીકેસન મળતા રહે અને લાઈમ લાઈટ મા રહી શકાય.’  ગતકડા નંબર ૨ : કોઈ પણ ચીજ પ્રાઈમ ટાઈમ મા પોસ્ટ કરવી અથવા વીકેંડ પર પોસ્ટ કરવી જેથી મેકસીમમ અટેનશન મળી શકે. આ રીતે માર્કેટિંગ કરવું એ સારી બાબત છે અને આપણી પોસ્ટ મેકસીમમ નંબર ઓફ પીપલ સુધી પહોચાડી  જોઈએ એવું હું પણ દ્રઢપણે માનું છું. આવા ગતકડા મેં પણ એપ્લાય કર્યા છે. ક્યારેક એ સફળ જાય તો કયારેક નિષ્ફળ. પરંતુ તો જો સૌથી વધારે માથા નો દુખાવો કરે તો બિનજરૂરી ‘ટેગિંગ’ છે. વધુ લાઈક મેળવવા ની લાલસા મા પોતાના પર્સનલ ફોટો ને પણ ૮૦ જણા ને ટેગ કરશે. અને ત્યાં જ સુધી ના થોભતા કોમેન્ટ મા બિન જરૂરી ચેટીંગ કરી નોટીફીકેશન મા રહેવા પ્રયત્ન કરશે. લાઈક ‘કાલે સિંઘમ જોવા જવું છે?’ એવી ચર્ચા કોમેન્ટ મા કરશે અને આવી થર્ડ પર્સન સાથે થતી ફાલતું વાતચીત ને આપડે સહન કરવી પડે! એક વાર તો મેં ગુસ્સે થઈ ને મારી ટાઈમલાઈન પર સ્ટેટસ લખી ‘ટેગ’ ના કરવા ચેતવણી આપી. છતાં પણ પાકિસ્તાન એ ૨૦૧૪ મા જેટલી વાર ‘સીઝ ફાયર’ નું ઉલ્લંઘન કર્યું છે એનાથી ડબલ વાર ‘સીઝ ટેગ’ નું ઉલ્લંઘન થયું છે. શું કરવું? તમારા સાથે પણ આવું થતું તો હશે જ ને?
પણ એક વાત તો ચોક્કસ છે, મને કે તમને આ  ફેસબૂક વગર ચાલવાનું નથી એ વાત ચોક્કસ છે. આ લેખ થડો હળવા અંદાજ માં લખાયો છે. બાકી ફેસબૂક ને તો હું આશીર્વાદરૂપ માનું છું. હું અંગત રીતે ફેસબૂક ને ૨૧ મી  સદી ની સૌથી મોટી અને મુલ્યવાન શોધ માનું છું. તમારું શ માનવું છે?
આને જ કહેવાય : ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફેસબૂક શો’!


ફ્રી હીટ :  મારો સૌથી મોટો સ્પર્ધક બીજો કોઈ લેખક નહિ પરંતુ ફેસબૂક અને કેન્ડી કરશ છે. – ચેતન ભગત 

No comments:

Post a Comment